અનેક શેરી-ગલીઓ વરસાદી પાણીથી લથપથ...
રોડ-રસ્તાઓના મામલે ભાણવડ શહેર વર્ષોથી દુર્ગતિનો સામનો કરી રહ્યું છે. નગરપાલિકામાં વર્ષોથી એકચક્રી શાસન ભોગવવા છતાં ભાજપની આ દિશામાં રહેલી ઉદાસીનતાનો ભોગ આમ જનતા બની રહે છે.
હાલ ભાણવડમાં છેલ્લા કેટલાય સમયથી સતત વરસી રહેલા વરસાદને કારણે મોટા ભાગના શહેરના માર્ગોનું ધોવાણ થઈ જવા પામ્યું છે ત્યારે ભાણવડ નગર પાલિકા દ્રારા મોરમ પાથરવાની કામગીરી કરી કામચલાઉ વ્યવસ્થા થાય એ અતિ આવશ્યક છે પરંતુ પાલિકાને જ્યાં સુધી કોઈ ઢંઢોળે નહીં ત્યાં સુધી એ જાગતું જ નથી . કે પછી કોઈ અકસ્માત ન સર્જાય ત્યાં સુધી તમાશો જુએ રાખે છે.
ભાણવડ વોર્ડ નં ૪ ના વિજયપુર રોડ પર આવેલા ખારી વિસ્તારમાં રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે નાની શેરીઓ તથા ખેતર તરફ જતાં રસ્તાઓ તેમજ ઘરથી મુખ્ય રોડ તરફ જતાં રસ્તાઓની હાલત મગરની પીઠ જેવી છે કે જેનાથી આબાલવૃદ્ધ સૌ કોઈ ત્રાહિમામ છે.નાના ભુલકાઓ રસ્તાની ખસ્તા હાલતના કારણે સ્કુલ પણ નથી જઈ શકતા.ખાડાઓમાં ભરાયેલા રહેતા વરસાદી પાણીથી માખી મચ્છરનો ઉપદ્રવ પણ ખુબ વધ્યો છે અને હાલ કોલેરા , ચાંદીપુરા જેવા રોગો વધી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પુરે પુરી સંભાવના છે. ફરી એકવાર ભાણવડ શહેર "આપ" દ્રારા લોકોની હાલાકી મુદ્દે વહીવટી તંત્રમાં રજુઆત કરી મોરમ પાથરવાની કામગીરી બાબત લોકોને સાથે રાખી રજુઆત કરી છે.
જાણવા મળ્યા મુજબ આ વિસ્તારમાં સાત જેટલી રહેણાંક શેરીઓ વરસાદી પાણીથી લથપથ છે જેનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવો જરૂરી છે જે મુદ્દે ભાણવડ શહેર આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા વહીવટદાર મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆંધ્રપ્રદેશમાં બેથી વધુ બાળકો ધરાવતા લોકો પણ ચૂંટણી લડી શકશે, વિધાનસભામાં બિલ પસાર
November 19, 2024 08:50 AM120 કલાકનો કોલ્ડ અટેક! પ્રદૂષણે દિલ્હીવાસીઓનું વધાર્યું ટેન્શન, AQI 500ને પાર
November 19, 2024 08:46 AMભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech